રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ દ્વારા આવક વધારવા સાથે સેંકડો ખેડૂત ભાઇઓના માર્ગદર્શક પણ બન્યા
રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ દ્વારા આવક વધારવા સાથે સેંકડો ખેડૂત ભાઇઓના માર્ગદર્શક પણ બન્યા
Published on: 10th August, 2026

રાજ્ય સરકાર અને રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે ત્યારે ઉમરગામના ખેડૂત હસમુખ પટેલે ૮ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી આવક વધારી છે. તેઓ પોતાના ખેતી વિષયક જ્ઞાન અન્ય ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છે. તેમના ખેતરમાં કેરી, ચીકુ, કેળા, ફણસ, આમળા, જાંબુ, હળદર, સૂરણ, કારેલા અને દૂધી જેવા વિવિધ પાકોનું જૈવિક પદ્ધતિથી ઉત્પાદન થાય છે. ૨૦૧૮થી પ્રાકૃતિક ખેતી અપનાવી, તેઓ જીવામૃત, ઘન જીવામૃત અને પંચામૃતનો ઉપયોગ કરે છે. આંબા નીચે હળદરનું વાવેતર કરીને મલ્ટી-ક્રોપિંગ પદ્ધતિથી જમીનનો અસરકારક ઉપયોગ કરી રહ્યા છે. તેઓ હવે પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર બની ખેડૂતોને તાલીમ આપે છે.