પાવીજેતપુર નજીક ભારજ નદીમાં જનતા ડાયવર્ઝન પુનઃ શરૂ
પાવીજેતપુર નજીક ભારજ નદીમાં જનતા ડાયવર્ઝન પુનઃ શરૂ
Published on: 10th August, 2026

પાવીજેતપુર નજીક સિહોદ ગામે ભારજ બ્રિજ પાસે ભારે વરસાદને કારણે સરકારી ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહનવ્યવહાર અટકી પડ્યો હતો. છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફ્ જતા લોકોને 30-40 કિમીનો વધારાનો ફેરો ફરવો પડતો હતો, જેના કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ત્યારે સ્થાનિક યુવાનો અને આગેવાનોએ રાતોરાત જનતા ડાયવર્ઝન બનાવીને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દીધો છે. આ ડાયવર્ઝન શરૂ થતાં લોકોની મુશ્કેલી ઓછી થઈ છે અને તેઓ ખુશ છે.