વડોદરાના ઉદલપુર-જાનીપુરા ગ્રામજનોનો BD પટેલ ક્વૉરીના બ્લાસ્ટિંગ સામે રોષ
વડોદરાના ઉદલપુર-જાનીપુરા ગ્રામજનોનો BD પટેલ ક્વૉરીના બ્લાસ્ટિંગ સામે રોષ
Published on: 10th June, 2026

ડેસર તાલુકાના ઉદલપુર અને જાનીપુરાના ગ્રામજનો BD પટેલ ક્વૉરી માઈન્સમાં થતા ખતરનાક બ્લાસ્ટિંગ સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, આ બ્લાસ્ટિંગના કારણે ધડાકા, ધૂળ અને કંપનથી ભય ફેલાયો છે. રહેણાંક મકાનોમાં તિરાડો પડવાની, તેમજ પાણીની ટાંકી અને શાળા જેવી જાહેર મિલકતોને નુકસાન થવાની શક્યતા છે. જાનમાલને નુકસાન થવાની આશંકા વચ્ચે ગ્રામજનોએ તાત્કાલિક બ્લાસ્ટિંગ બંધ કરવાની અને સ્થળની તપાસની માંગ કરી છે. પર્યાવરણ અને સ્વાસ્થ્ય પર પણ અસર થતી હોવાનું જણાવતા સંબંધિત વિભાગોને પગલાં ભરવા અનુરોધ કરાયો છે.