ઝરખલી વાડિયા ફ્ળિયા એપ્રોચ રોડનું કામ શરુ થશે
ઝરખલી વાડિયા ફ્ળિયા એપ્રોચ રોડનું કામ શરુ થશે
Published on: 05th June, 2026

નસવાડી તાલુકાના વાડિયા ગામના ઝરખલી વાડિયા ફ્ળિયાથી મુખ્ય માર્ગ સુધીનો 1.20 કિમી લાંબો એપ્રોચ રોડ રૂ. 1.20 કરોડના ખર્ચે મંજૂર કરાયો છે. વિરાજ કન્સ્ટ્રકશનને ટેન્ડર ફાળવાયું છે. જમીન સંબંધિત પ્રશ્નના કારણે કામ અટક્યું હતું. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ ધારાસભ્ય અભેસિંહ તડવીની ઉપસ્થિતિમાં સ્થળ મુલાકાત લઈને સર્વે કર્યો હતો. ચર્ચા બાદ પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે. હવે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત બાદ કામગીરી શરૂ થશે, જેનાથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે.