ગોંડલ નજીક શેમળા ગામમાં તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 માસૂમ બાળકોના મોત.
ગોંડલ નજીક શેમળા ગામમાં તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 માસૂમ બાળકોના મોત.
Published on: 05th June, 2026

ગોંડલ તાલુકાના શેમળા ગામમાં હૃદય કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં ઓરિયા તળાવમાં રમવા ગયેલા શ્રમજીવી પરિવારના ત્રણ માસૂમ બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. એક બાળક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. બાળકો પાણીમાં કેવી રીતે ગરકાવ થયા તેની તપાસ ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો અને સામાજિક સંસ્થાઓએ પરિવારને સહાયતા અને સાંત્વના પાઠવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે.