વલસાડ: દેહરીમાં 15 કરોડની પ્રોટેક્શન વોલ, રોડ રિપેરની તાત્કાલિક સૂચના અપાઇ
વલસાડ: દેહરીમાં 15 કરોડની પ્રોટેક્શન વોલ, રોડ રિપેરની તાત્કાલિક સૂચના અપાઇ
Published on: 03rd August, 2026

ઉમરગામ તાલુકાના દેહરી ગામમાં ભારે વરસાદ અને પૂરથી થયેલા નુકસાનની ધારાસભ્ય રમણ પાટકરે મુલાકાત લીધી. તેમણે દરિયાઈ ધોવાણ, તૂટેલા રોડ, સ્મશાનગૃહ અને ક્રિકેટ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું. ધારાસભ્યે PWD ને તૂટેલા રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા જણાવ્યું, જે યુદ્ધના ધોરણે શરૂ થયું. જવાહર વાડીથી ઝાઈ બોર્ડર સુધીની 15 કરોડની પ્રોટેક્શન વોલનું ટેન્ડર 15 ઓગસ્ટ સુધી પૂર્ણ કરી કામગીરી શરૂ કરવા અધિકારીઓને સૂચના આપી. સ્મશાનગૃહ માટે 7 લાખ ફાળવવાની સૂચના અપાઈ. 161 અસરગ્રસ્ત પરિવારોને 8.50 લાખથી વધુ સહાય મળી.