આણંદના હાડગુડ ગામમાં ગંદા પાણીની સમસ્યા વકરતાં લોકોમાં ભારે રોષ.
આણંદના હાડગુડ ગામમાં ગંદા પાણીની સમસ્યા વકરતાં લોકોમાં ભારે રોષ.
Published on: 27th May, 2026

આણંદ જિલ્લાના હાડગુડ ગામે ગંદા પાણીની ગંભીર સમસ્યા વકરી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંદા પાણીથી વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના પગલે મેલેરિયા અને કોલેરા જેવી બીમારીઓ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યાં પાણી ભરાયેલું રહે છે તે રહેણાંક વિસ્તાર અને મુખ્ય માર્ગ હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અગાઉ ઝાંખરીયા ગામના ગંદા પાણીનો નિકાલ હાડગુડ ગામની સીમામાં થતો હતો, જે વિરોધ બાદ બંધ કરાયો હતો. પરંતુ ફરીથી ગટર લાઇનનું કનેક્શન હાડગુડ ગામ વિસ્તારમાં આપવામાં આવતાં ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે.