ગાંધીનગરમાં NSS સ્વયંસેવકો માટે નીક્ષય મિત્ર અભિયાન પર વર્કશોપ યોજાયો
ગાંધીનગરમાં NSS સ્વયંસેવકો માટે નીક્ષય મિત્ર અભિયાન પર વર્કશોપ યોજાયો
Published on: 09th October, 2026

ગાંધીનગર આરોગ્ય વિભાગ અને કડી સર્વ વિશ્વ વિદ્યાલયના NSS યુનિટ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નીક્ષય મિત્ર અભિયાન પર એક વર્કશોપનું આયોજન કરાયું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ NSS સ્વયંસેવકોને નીક્ષય મિત્ર તરીકે સક્ષમ બનાવી સમાજમાં TB અંગેના ભ્રમો દૂર કરી જાગૃતિ ફેલાવવાનો હતો. ગાંધીનગર શહેર TB ઉન્મૂલન અધિકારી ડૉ. પાર્થ ગોસ્વામીએ માર્ગદર્શન આપ્યું, જેમાં કુલ 92 સ્વયંસેવકોએ તાલીમ મેળવી અને નિક્ષે મિત્ર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું.