ચોમાસામાં ભૂખ ન લાગવી: આયુર્વેદિક ઉપાય અને આહાર
ચોમાસામાં ભૂખ ન લાગવી: આયુર્વેદિક ઉપાય અને આહાર
Published on: 08th July, 2026

આયુર્વેદ મુજબ, ચોમાસામાં વાયુ દોષ વધવાથી મંદાગ્નિ થાય છે, જેથી ભૂખ ઓછી લાગે છે. આ ઋતુમાં પેટ ભારે લાગવું, ગડગડાટ, અરુચિ જેવી સમસ્યાઓ પણ સામાન્ય છે. આ માટે 'લંઘન' એટલે કે ઉપવાસ કરવો શ્રેષ્ઠ છે, જેમાં મગનું પાણી અને ફળોનો રસ લઈ શકાય. ત્યારબાદ સૂંઠનું પાણી, ચિત્રકાદિવટી, અજમોદાદિ ચૂર્ણ, શિવાક્ષારપાચન અને હિંગ્વાષ્ટક ચૂર્ણ જેવા ઔષધો લાભદાયી છે. ધીમે ધીમે સુપાચ્ય અને હળવો આહાર લેવો.