ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ એલર્ટ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસોને પગલે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે હરકતમાં આવી ગયું છે. રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે 480 ટીમો દ્વારા 5.98 લાખથી વધુ વસ્તીનું સર્વેક્ષણ અને હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. 15 વર્ષથી નીચેના 45,969 બાળકોનું વિશેષ હેલ્થ સ્ક્રીનિંગ કરાયું છે. રેતીની માખી (Sandfly) ના નાશ માટે 3,211 કાચા ઘરોમાં મેલાથિઓન પાવડરનું ડસ્ટિંગ કરાયું છે. હાલમાં કોઈ નવો કેસ નથી, છતાં તંત્ર સાવચેત છે. નાગરિકોને ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવવા, ભેજ-ગંદકી ન થવા દેવા અને બાળકોને આખી બાંયના કપડાં પહેરાવવા અપીલ કરાઈ છે.
ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ એલર્ટ
અમદાવાદ સહિત ગુજરાતના 20+ જિલ્લામાં આગામી 5 દિવસ વીજળી અને ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે અમદાવાદ સહિત ગુજરાતના 20 થી વધુ જિલ્લાઓમાં આગામી 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘતાંડવને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. 23 જુલાઈએ 220 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 23મી રાત્રે 10 વાગ્યાથી 24મી જુલાઈ સુધી અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
અમદાવાદ સહિત ગુજરાતના 20+ જિલ્લામાં આગામી 5 દિવસ વીજળી અને ભારે વરસાદનું એલર્ટ
વડોદરામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત: દિવસભર ચાર ઇંચ વરસાદ
વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુનો માહોલ જામ્યો છે, જ્યાં દિવસભર સતત વરસાદ ખાબક્યો છે. રેડ એલર્ટ વચ્ચે સવારથી મોડી સાંજ સુધી વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. જૂન મહિના બાદ જુલાઈમાં થયેલ આ ધોધમાર વરસાદથી ધરતીપુત્રો પણ ખુશ થયા છે. જિલ્લાના પાદરા, ડભોઇ અને કરજણ તાલુકામાં પણ સારો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
વડોદરામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત: દિવસભર ચાર ઇંચ વરસાદ
ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘતાંડવ
ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને તાપી જેવા જિલ્લાઓમાં અતિભારે વરસાદથી નદી-નાળાં છલકાયા છે. ઘરો, દુકાનો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને રાહત-બચાવ કાર્ય સતત ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના પાલઘર, વસઈ અને નાલાસોપારા જેવા વિસ્તારોમાં પણ ભારે જળબંબાકાર જોવા મળ્યો છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘતાંડવ
વલસાડમાં નદીઓ ઓવરફ્લો, 12,754 લોકોનું સ્થળાંતર
વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે ઔરંગા અને સ્વર્ગવાહિની નદીઓ ઓવરફ્લો થઈ છે, જેના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા 12,754 લોકોને સુરક્ષિત રીતે શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. NDRF અને SDRF ની ટીમો દ્વારા 352 નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયું છે. આ ઘટનામાં 6 વૃક્ષો ધરાશાયી થયા છે અને 18 પશુઓના મોત નીપજ્યા છે. નાનાપોંઢા અને હિંગળાજ ગામે પણ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.
વલસાડમાં નદીઓ ઓવરફ્લો, 12,754 લોકોનું સ્થળાંતર
કરજણ ડેમના ૫ દરવાજા ખોલ્યા, કરજણ નદી બંને કાંઠે વહેતી થઈ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સ્થિત કરજણ ડેમની જળસપાટી નિયંત્રિત કરવા માટે તેના ૫ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ નિર્ણય કરજણ નદીમાં પાણીની માત્રા વધારી, તેને બંને કાંઠે વહેતી કરી રહ્યો છે. ડેમમાંથી હાલ ૪૩,૧૧૦ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરજણ નદીના હેઠવાસમાં આવતા રાજપીપલા, ભદામ, ભચરવાડા જેવા ગામોના લોકોને નદી કિનારે ન જવા, પશુઓને નદી તરફ ન લઈ જવા અને માછીમારી જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
કરજણ ડેમના ૫ દરવાજા ખોલ્યા, કરજણ નદી બંને કાંઠે વહેતી થઈ
વડોદરામાં ભારે વરસાદને કારણે એક ડઝન વૃક્ષો ધરાશાયી
વડોદરા શહેરમાં અતિભારે વરસાદને કારણે એક ડઝનથી વધુ વૃક્ષો ધરાશાયી થતાં ફાયર બ્રિગેડની ટીમોને કામે લગાડવી પડી હતી. સદભાગ્યે, કોઈ જાનહાનિ થઈ નથી. સુભાનપુરા, અલકાપુરી, નાથીબા ગાર્ડન, કારેલીબાગ, કોતર તલાવડી, મકરપુરા, સયાજીપુરા અને સેવાસી રોડ જેવા વિસ્તારોમાં વૃક્ષો પડવાની ઘટનાઓ બની હતી. સેવાસી રોડ પર વૃક્ષ પડવાથી એકતરફી માર્ગ બંધ થયો હતો, જેનાથી વાહનચાલકોને હાલાકી પડી હતી. અન્ય રસ્તાઓ પર પાણી ભરાવાથી વાહનો અટવાયા હતા.
વડોદરામાં ભારે વરસાદને કારણે એક ડઝન વૃક્ષો ધરાશાયી
સુરતમાં ખાડીઓ ભયજનક સપાટી વટાવી ગઈ!
Surat heavy Rain: સુરતમાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં જળપ્રલય જેવા દૃશ્યો સર્જાયા છે. શહેરમાંથી પસાર થતી ખાડીઓ બંને કાંઠે વહેતી થતાં આજુબાજુના વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. સુરતની ખાડી ઓવરફ્લો સુરતના ઉમરપાડા, અંબિકા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અતિભારે વરસાદને લઈને શહેરની મીઠી ખાડી, ભેદવાડ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ જતાં ખાડીના પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેમાં ભેદવાડ ખાડી 7.60 મીટરે અને સીમાડા ખાડી 4.70 મીટરની ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થઈ રહી છે, જેના કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.
સુરતમાં ખાડીઓ ભયજનક સપાટી વટાવી ગઈ!
રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા વંદે ભારત, શતાબ્દી સહિતની ટ્રેનો રદ
દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ આવેલા ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચે પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રૂટ પર રેલ વ્યવહાર તાત્કાલિક અસરથી કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવ્યો છે, જેના કારણે અનેક પ્રમુખ ટ્રેનોને અસર થઈ છે. રદ કરાયેલી મુખ્ય ટ્રેનો (23.07.2026) ડાયવર્ટ કરાયેલી ટ્રેનો
રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા વંદે ભારત, શતાબ્દી સહિતની ટ્રેનો રદ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ; પૂર પ્રભાવિત અનેક લોકોનું રેસ્ક્યૂ
ગુજરાતમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નવસારીના ચીખલી અને ખેરગામમાં 16 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડના ઉમરગામમાં 35.67 ઈંચ વરસાદ ખાબક્યો છે, જેના પગલે સમગ્ર જિલ્લો પાણીમાં ગરકાવ થયો છે. અત્યાર સુધીમાં 3745 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે અને 9,929 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. 26 સ્ટેટ હાઈવે સહિત કુલ 1201 રસ્તા બંધ છે. 15 ડેમ હાઈ એલર્ટ પર છે અને NDRF-SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ; પૂર પ્રભાવિત અનેક લોકોનું રેસ્ક્યૂ
વડાપ્રધાન નરેન્દ્રભાઇએ મુખ્યમંત્રી સાથે વાત કરી
ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને વિગતો મેળવી. વડાપ્રધાને રાજ્યમાં બચાવ, રાહત અને સલામતીના પગલાંઓમાં કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી છે. મુખ્યમંત્રી પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત ભાઈ શાહ સાથે પણ વાત કરી, જેમણે જરૂરી મદદની ખાતરી આપી. અસરગ્રસ્ત જિલ્લાઓમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓને મોકલી વહીવટી તંત્રને મદદ કરવા સૂચના અપાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇએ મુખ્યમંત્રી સાથે વાત કરી
નવસારીમાં આકાશમાંથી આફત!
છેલ્લા 4-5 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નવસારી અને વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારો જળમગ્ન થયાં છે. 23 જુલાઈએ નવસારીના ખેરગામમાં 16 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે ગણદેવી અને ચીખલીમાં 2 કલાકમાં 8-8 ઇંચ વરસાદ પડ્યો. અવિરત વરસાદથી નવસારી બેટમાં ફેરવાયું છે અને નદીઓ બે કાંઠે વહી રહી છે. ચીખલીમાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જેમાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું. મુસળધાર વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ થયો અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે.
નવસારીમાં આકાશમાંથી આફત!
જૂનાગઢમાં રૂ. 2.11 લાખના ગાંજા સાથે બેની ધરપકડ,
જૂનાગઢ એસ.ઓ.જી. ટીમે ઓડીશાથી પોસ્ટ મારફતે મંગાવેલ રૂ. 2,11,950 ની કિંમતનો 4.239 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી કુલ રૂ.2,51,950 ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ ઈસમોને પકડવા માટે પોલીસ દ્વારા સઘન શોધખોળ હાથ ધરાઈ છે. નશીલા પદાર્થોની હેરાફેરી અને યુવાનોમાં તેના વધતા જતા ઉપયોગને રોકવા માટે ખાસ ડ્રાઈવ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી.
જૂનાગઢમાં રૂ. 2.11 લાખના ગાંજા સાથે બેની ધરપકડ,
રાજકોટના મહિલા તબીબ ડિજિટલ ફ્રોડનો ભોગ બન્યા
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ડિજિટલ અરેસ્ટ કરી રાજકોટના એક મહિલા તબીબ પાસેથી તેમના નામે સીમકાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલાવી મની લોન્ડરીંગ કરવામાં આવ્યું છે એમ કહી, વેરિફિકેશનના બહાને ₹12.90 લાખ પડાવી લેવાયા. દર કલાકે વીડિયો કોલ કરવાનું કહી, તબીબ પાસેથી બેંક બેલેન્સ, મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટ રોકાણ સંબંધિત માહિતી પણ મેળવી. તબીબના ભાઈને આ બાબતે જાણ થતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો અને સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના મહિલા તબીબ ડિજિટલ ફ્રોડનો ભોગ બન્યા
વઢવાણ સરકારી હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન પોલીસ જપ્તામાંથી ચોરીનો આરોપી નાસી છૂટ્યો
વઢવાણ સરકારી હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપ માટે લાવવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયર ચોરીના આરોપી વિરૂભાઈ કાંજીયાએ શૌચાલયની બારીમાંથી ભાગી છૂટ્યો. આરોપી શૌચ ક્રિયાનું બહાનું કાઢી પોલીસને થાપ આપી ફરાર થયો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી છે. પોલીસ જાપ્તામાંથી આરોપી નાસી છૂટતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
વઢવાણ સરકારી હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન પોલીસ જપ્તામાંથી ચોરીનો આરોપી નાસી છૂટ્યો
હાલારમાં ચાંદીપુરા વાયરસનો કહેર!
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. સારવાર હેઠળ રહેલા દેવભૂમિ દ્વારકાના બે બાળકોના મૃત્યુ થતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. અત્યાર સુધીમાં કુલ છ શંકાસ્પદ બાળ દર્દી દાખલ થયા હતા, જેમાં ત્રણના મોત થયા છે. જામનગર જિલ્લાના બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે દેવભૂમિ દ્વારકાના સેમ્પલ તપાસ હેઠળ છે. લોકોને સતર્ક રહેવા અને બાળકોને મચ્છર-માખીથી બચાવવા, તેમજ ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવાની અપીલ કરાઈ છે.
હાલારમાં ચાંદીપુરા વાયરસનો કહેર!
મોબાઈલમાં ગુંજ્યો 'Extremely Severe Alert''
સુરતમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે મોબાઈલમાં અચાનક 'Extremely Severe Alert' ગુંજતા લોકો ચિંતિત બન્યા હતા. આ ઈમરજન્સી એલર્ટ અને ખાસ ટોને સૌને ક્ષણભર માટે ગભરાવી દીધા. SDMA દ્વારા આગામી 24 કલાક માટે અતિભારે વરસાદની ચેતવણી જાહેર થતાં, આ એલર્ટ ચર્ચાનો વિષય બન્યો. સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ વાયરલ થયા. આ એલર્ટ ખાસ કરીને સુરત સહિત ગુજરાતના 11 જિલ્લાઓમાં પહોંચ્યું હતું.
મોબાઈલમાં ગુંજ્યો 'Extremely Severe Alert''
જામનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદની ભારે ઘટ
'અલ નીનો'ની અસરને કારણે સૌરાષ્ટ્રના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ભારે અછત સર્જાઈ છે. તાજેતરના આંકડા મુજબ, દેવભૂમિ દ્વારકામાં 96% અને જામનગર જિલ્લામાં 80% વરસાદની ઘટ નોંધાઈ છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જુલાઈ માસના અંત સુધીમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે. આ સ્થિતિને કારણે ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો અને પીવાના પાણીની તંગીનો ભય વ્યાપ્યો છે. હાલ સૌ ખેડૂતો ઓગસ્ટમાં બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમ પર આશા રાખી રહ્યા છે.
જામનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદની ભારે ઘટ
વીજ કરંટથી બંને હાથ ગુમાવ્યા, છતાં સ્નેહાએ GPSC પરીક્ષા પાસ કરી
વીજ કરંટ લાગવાથી બંને હાથ ગુમાવ્યા હોવા છતાં, હાલોલની સ્નેહા રાઠવાએ અદમ્ય સાહસ અને મક્કમ મનોબળથી GPSC દ્વારા લેવાયેલી ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષામાં 14મો ક્રમ મેળવી ઇતિહાસ રચ્યો છે. વડોદરાના સંકલ્પ ગુરુકુલમમાંથી તાલીમ મેળવી, સ્નેહાએ જણાવ્યું કે બાળપણમાં થયેલી દુર્ઘટના બાદ પણ તેના માતા-પિતાએ તેને હિંમત આપી અને હાથ વગર લખતા શીખવ્યું. ધોરણ 12માં 91% અને B.Comમાં 81% સાથે ઉત્તીર્ણ થયા બાદ, સ્નેહાએ સરકારી અધિકારી બનવાના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ કર્યો. તેણીએ દિવ્યાંગજનોને પ્રેરણા આપતાં કહ્યું કે, ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરો, હિંમત ન હારશો, તો સફળતા ચોક્કસ મળશે.
વીજ કરંટથી બંને હાથ ગુમાવ્યા, છતાં સ્નેહાએ GPSC પરીક્ષા પાસ કરી
દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર: અમિત શાહે CM સાથે કરી વાત
દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજાના કહેરથી સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં જનજીવન ગંભીર રીતે પ્રભાવિત બન્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી મદદની ખાતરી આપી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કાર્યક્રમો રદ કરી દક્ષિણ ગુજરાતના પ્રવાસે ગયા છે. સુરત સહિત અનેક વિસ્તારોમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર: અમિત શાહે CM સાથે કરી વાત
વરસાદમાં ભીંજાયા પછી ACમાં બેસવું કેટલું સુરક્ષિત?
ચોમાસામાં વરસાદમાં ભીંજાવું સ્વાભાવિક છે, પરંતુ ભીંજાયા બાદ તરત ACમાં બેસવાથી શરદી, ઉધરસ જેવી બીમારીઓ થઈ શકે છે. નિષ્ણાતો સૂચવે છે કે શરીરનું તાપમાન અચાનક ઘટવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે. ભીના કપડાં તરત બદલી, વાળ કોરા કરી, ACનું તાપમાન 25°C થી 28°C વચ્ચે રાખી, 'ડ્રાય મોડ'નો ઉપયોગ કરવો અને હૂંફાળું પાણી પીવું ફાયદાકારક છે. આટલી સાવચેતીઓ રાખીને તમે બીમાર પડવાથી બચી શકો છો.
વરસાદમાં ભીંજાયા પછી ACમાં બેસવું કેટલું સુરક્ષિત?
સુરતમાં ધોધમાર વરસાદથી ખાડીપૂરનો ભય
સુરત શહેરમાં રાતભર થયેલા ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે ખાડીઓ ઓવરફ્લો થઈ ભયજનક સપાટી વટાવી ગઈ છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તાપી નદી પણ બે કાંઠે વહી રહી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તા બંધ કરાયા છે. ભેદવાડ ખાડી સહિત અન્ય ખાડીઓ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડ દ્વારા 2,200થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુરત ટેક્સટાઇલ માર્કેટ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
સુરતમાં ધોધમાર વરસાદથી ખાડીપૂરનો ભય
દક્ષિણ ગુજરાતમાં રેલ વ્યવહાર ખોરવાયો, સુરત-મુંબઈ વચ્ચે ટ્રેનો થંભી
દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાતાં પશ્ચિમ રેલવેની સેવાઓ પ્રભાવિત થઈ છે. સુરત અને મુંબઈ વચ્ચે ટ્રેન વ્યવહાર અનિશ્ચિત સમય માટે સ્થગિત થતાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો અને અફરાતફરીનો માહોલ છે. ટ્રેનો રદ થવા અને વિલંબિત થવાના કારણે વડોદરા સ્ટેશન પર ભીડ જામી છે. યોગ્ય માહિતીના અભાવે હેલ્પ ડેસ્ક પર લાંબી લાઈનો લાગી છે. ટિકિટ રિફંડ મુદ્દે પણ મુસાફરો મૂંઝવણમાં છે.
દક્ષિણ ગુજરાતમાં રેલ વ્યવહાર ખોરવાયો, સુરત-મુંબઈ વચ્ચે ટ્રેનો થંભી
વાવ-થરાદ ભારતમાલા સર્વિસ રોડ પર સામાન્ય વરસાદમાં જ જળબંબાકાર
વાવ-થરાદ નજીક ભારતમાલા હાઇવેના પીલુડા પંપ પાસેના સર્વિસ રોડ પર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતાં રસ્તો જળબંબાકાર થયો છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાના અભાવે સ્થાનિકો, વાહનચાલકો અને ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. નાના વાહનો અને ટુ-વ્હીલર પાણીમાં બંધ પડી રહ્યા છે, જેના કારણે અનેક વાહનચાલકો રસ્તા પર અટવાયા છે. APMC અને વેપાર મથકો નજીક હોવા છતાં, આ સ્થિતિ વેપાર-વાણિજ્યને પણ અસર કરી રહી છે. સ્થાનિકો દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી અને યોગ્ય ડ્રેનેજ સિસ્ટમની માંગણી કરાઈ છે.
વાવ-થરાદ ભારતમાલા સર્વિસ રોડ પર સામાન્ય વરસાદમાં જ જળબંબાકાર
અમદાવાદમાં આગામી 3 દિવસ રેડ એલર્ટ
અમદાવાદ શહેર માટે આગામી ત્રણ દિવસ અત્યંત મહત્વના સાબિત થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. સતત વરસાદને કારણે શહેરમાં જળબંબાકાર અને દૈનિક જનજીવન પર વ્યાપક અસર પડવાની શક્યતા છે. ઉપરવાસમાંથી સાબરમતીમાં પાણી છોડાતા નદીનું જળસ્તર વધશે, જેના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકા છે. નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે ખાસ સાવચેતી રાખવા સૂચના અપાઈ શકે છે.
અમદાવાદમાં આગામી 3 દિવસ રેડ એલર્ટ
અમદાવાદમાં ધોધમાર વરસાદના લીધે અનેક વિસ્તારોમાં જળબંબાકાર
અમદાવાદ શહેરના બોડકદેવ, માણેકબાગ, પાલડી, નહેરુનગર, અને ધરણીધર જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સવારે કામ પર જતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અખબારનગર અંડરબ્રિજ અને એસ.જી. હાઇવે પર પાણી ભરાવાથી વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. કેટલાંક વિસ્તારોમાં માત્ર એક કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બોપલ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદના લીધે અનેક વિસ્તારોમાં જળબંબાકાર
નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી
નવસારીમાં સતત ભારે વરસાદને કારણે પૂર્ણા નદી ભયજનક નિશાન 23 ફૂટ વટાવી 24 ફૂટે પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતાં તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને કારણે જળસપાટીમાં ઝડપી વધારો થયો છે. રંગૂન નગર, શાંતાદેવી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો છે. વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે.
નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માટે મહત્વની આગાહી કરી છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ યથાવત રહેશે, જેમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક વરસાદનું જોર રહેશે. મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નવસારી, ભરૂચ, તાપી, નર્મદા, દક્ષિણ સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટ અને હળવદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 27 જુલાઈ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે અને ઓગસ્ટમાં પણ અણધાર્યા ભારે વરસાદના રાઉન્ડ આવી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદ
વલસાડમાં આકાશી આફતથી 3 તાલુકા પ્રભાવિત
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સતત મેઘતાંડવને કારણે ત્રણ મુખ્ય તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. ઉમરગામ તાલુકામાં 35 ઇંચ વરસાદ બાદ વધુ 7 ઇંચ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. બસ સ્ટેશન, સ્ટેશન રોડ અને હાઉસિંગ વિસ્તારમાં નદી જેવો પ્રવાહ જોવા મળ્યો, જેનાથી ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ મોટા પાયે નુકસાન થયું છે. વલસાડ શહેરના દાણા બજાર અને બરૂડિયા વાડમાં પણ પાણી ભરાતા લોકો પરેશાન છે. સ્થાનિક તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો લોકોને સલામત સ્થળે ખસેડવા અને પાણીના નિકાલ માટે કાર્યરત છે.
વલસાડમાં આકાશી આફતથી 3 તાલુકા પ્રભાવિત
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. SG હાઈવે સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યા સર્જાતાં લોકોને ઓફિસ અને નોકરી-ધંધા પર જવામાં મુશ્કેલી પડી રહી છે. બોડકદેવ, શિવરંજની, જોધપુર જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ છે અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
ગુજરાતના દક્ષિણ ભાગમાં સતત વરસાદથી સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે, સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જેવા જિલ્લાઓમાં જળપ્રલય જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. NDRF અને SDRF ની ટીમો તૈનાત કરાઈ છે અને લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે.