રાજસ્થાનમાં હોર્સ ટ્રેડિંગના ડરથી 10 હજાર વિજેતા ઉમેદવારો સુરક્ષિત સ્થળોએ બંધ
રાજસ્થાનમાં હોર્સ ટ્રેડિંગના ડરથી 10 હજાર વિજેતા ઉમેદવારો સુરક્ષિત સ્થળોએ બંધ
Published on: 16th September, 2026

રાજસ્થાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ, રાજકીય પક્ષો 'હોર્સ ટ્રેડિંગ'ની સ્થિતિને રોકવા માટે 10 હજારથી વધુ વિજેતા ઉમેદવારોને હોટેલો અને રિસોર્ટમાં સુરક્ષિત રીતે રાખ્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો બાદ, કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ સહિતના વિજેતાઓ, અજમેર, જયપુર, જોધપુર સહિત વિવિધ શહેરોમાં અલગ અલગ સ્થળોએ રોકાયા છે. ઉમેદવારોના મોબાઇલ ફોન પણ જમા કરાવી દેવાયા છે. એક રસપ્રદ કિસ્સામાં, પરબતસર નગરપાલિકાના ભાજપના એક ઉમેદવારને માત્ર એક જ મત મળ્યો હતો, જ્યારે અન્ય એક ઉમેદવાર તેમની માતાના આપેલા એક મતથી વિજેતા બન્યા.