2026 સ્વતંત્રતા દિવસ: લાલ કિલ્લા પર પહેલીવાર ‘વંદે માતરમ’ ગુંજશે
2026 સ્વતંત્રતા દિવસ: લાલ કિલ્લા પર પહેલીવાર ‘વંદે માતરમ’ ગુંજશે
Published on: 14th August, 2026

15 ઓગસ્ટ 2026 ના રોજ 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી દિલ્હીના લાલ કિલ્લા પર થશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ ઐતિહાસિક ક્ષણે પહેલીવાર ‘વંદે માતરમ’ ગીત રજૂ કરવામાં આવશે. 21 તોપોની સલામી સાથે ધ્વજવંદન થશે અને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરો કાર્યક્રમ સ્થળે ફૂલોની વર્ષા કરશે. આ કાર્યક્રમ ‘વિકસિત ભારત @2047’ની થીમ પર આધારિત હશે અને ‘યુવા શક્તિ’ના યોગદાનને ઉજાગર કરશે. આ પ્રસંગે 5,000 ખાસ મહેમાનો અને 1,500થી વધુ પરંપરાગત પોશાકમાં સજ્જ લોકો ઉપસ્થિત રહેશે.