2027ની વસ્તી ગણતરીમાં 40 સવાલ, જાતિ અને કોવિડ વેક્સિનની વિગતો પણ સામેલ
2027ની વસ્તી ગણતરીમાં 40 સવાલ, જાતિ અને કોવિડ વેક્સિનની વિગતો પણ સામેલ
Published on: 14th August, 2026

કેન્દ્ર સરકારે 2027ની વસ્તી ગણતરીના બીજા તબક્કા માટે 40 પ્રશ્નોની યાદી જાહેર કરી છે. આમાં સામાજિક-આર્થિક સ્થિતિ, SC/ST અને જાતિગત આંકડાઓ ઉપરાંત કોવિડ-19 વેક્સિનની વિગતો પણ પૂછવામાં આવશે. આ ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી હશે. પ્રશ્નોમાં વ્યક્તિગત અને કુટુંબ સંબંધિત માહિતી, શિક્ષણ, રોજગાર, સ્થળાંતર, બેંક ખાતા, મોબાઇલ નંબર જેવી વિગતો સામેલ છે. આઝાદી પછીની આ 8મી અને દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી ફેબ્રુઆરી 2027માં યોજાશે.