પંજાબ સરકારનો કર્મચારીઓને દિવાળી પહેલા મોટો ઉપહાર
પંજાબ સરકારનો કર્મચારીઓને દિવાળી પહેલા મોટો ઉપહાર
Published on: 21st September, 2026

પંજાબની ભગવંત માન સરકારે તહેવારોના માહોલમાં રાજ્યના અંદાજે 8 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની મોટી ભેટ આપી છે. સરકારે તેમના મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોની મોંઘવારી રાહતમાં 8 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો 1 ઓક્ટોબરથી લાગુ થશે, જેના પગલે કર્મચારીઓમાં ખુશીની લહેર છે. 8 ટકાના વધારા બાદ DA 50 ટકા પર પહોંચી જશે. કર્મચારીઓની લાંબા સમયથી ચાલતી માંગણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ચાર-ચાર ટકાના બે હપ્તામાં ભથ્થાની ચૂકવણી કરવામાં આવશે. 14,191 કરોડ રૂપિયાના બકાયાનો વિવાદ યથાવત છે.