ગુજરાતના ભુજથી છેક 2500 કિ.મી. દૂર બિહાર સુધી દોડશે અમૃત ભારત એક્સપ્રેસ
ગુજરાતના ભુજથી છેક 2500 કિ.મી. દૂર બિહાર સુધી દોડશે અમૃત ભારત એક્સપ્રેસ
Published on: 25th September, 2026

ભારતીય રેલવે ભુજ અને બિહારના બરૌની વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરી રહ્યું છે. આ નવી ત્રિ-સાપ્તાહિક ટ્રેન 2,532 કિલોમીટરનું અંતર કાપશે, જે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યોને જોડશે. ટ્રેન નંબર 19427 ભુજથી સોમવાર, બુધવાર અને શનિવારે સાંજે 5.30 કલાકે ઉપડશે. પરત ફરતી ટ્રેન નંબર 19428 બરૌનીથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાત્રે 11.55 કલાકે ઉપડશે. આ સેવા કચ્છ અને નજીકના વિસ્તારો માટે ઉત્તર ભારત સાથે રેલ કનેક્ટિવિટીમાં સુધારો કરશે, જેમાં અમદાવાદ, કોટા, મથુરા, ગોરખપુર, છપરા અને મુઝફ્ફરપુર જેવા મહત્વપૂર્ણ સ્ટેશનોનો સમાવેશ થાય છે.