શ્રીલંકા સિરીઝ માટે ભારત U19 ટીમની જાહેરાત: રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડની પસંદગી.
શ્રીલંકા સિરીઝ માટે ભારત U19 ટીમની જાહેરાત: રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડની પસંદગી.
Published on: 11th June, 2026

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની જુનિયર ક્રિકેટ કમિટીએ શ્રીલંકા સામેની વનડે અને મલ્ટી-ડે મેચો માટે ભારતની અંડર-19 ટીમની જાહેરાત કરી છે. બંને શ્રેણી માટે અલગ-અલગ 15 સભ્યોની ટીમ જાહેર કરાઈ છે. વનડે શ્રેણીમાં ભૂતપૂર્વ ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડની વિકેટકીપર તરીકે પસંદગી કરવામાં આવી છે. બંને શ્રેણી માટે યશવર્ધન સિંહ ચૌહાણને કેપ્ટન અને લક્ષ્ય રાયચંદાનીને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.