દેશના મુખ્ય સ્થળો પર ડ્રોન હુમલાની આશંકા: સુરક્ષા વધારવા એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાતી શરૂ
દેશના મુખ્ય સ્થળો પર ડ્રોન હુમલાની આશંકા: સુરક્ષા વધારવા એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાતી શરૂ
Published on: 16th June, 2026

કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સ્થળો પર સંભવિત ડ્રોન હુમલાની ચેતવણી આપી છે. સરહદી વિસ્તારો અને દરિયાઈ સંપત્તિઓની સુરક્ષા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ખતરાને પહોંચી વળવા એન્ટી-ડ્રોન સિસ્ટમની તૈનાતી શરૂ થઈ ગઈ છે. BSF અને CISF જેવી સુરક્ષા એજન્સીઓ, DRDO, IB અને AAI સાથે મળીને શ્રેષ્ઠ સિસ્ટમ પસંદ કરવા માટે ટ્રાયલ હાથ ધરી રહી છે. આ પગલું દેશની હવાઈ સુરક્ષાને મજબૂત કરવા અને 'અમૃત કાળ વિઝન 2047'ના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે લેવાયું છે.