ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે  ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા
ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા
Published on: 16th June, 2026

મુંબઈ : ઈરાન તથા અમેરિકાએ શાંતિ કરાર કરવાની કરેલી જાહેરાત બાદ પશ્ચિમ એશિયામાં ભારતની નિકાસ ફરી વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં ભારતની આયાત-નિકાસ ખોરવાઈ ગઈ છે. નિકાસ વધવા સાથે રૂપિયામાં પણ સ્થિરતા આવવાની ધારણાં છે.શાંતિ કરારથી ભારતને વેપારમાં કદાચ લાભ થઈ રહેશે પરંતુ ઘરઆંગણે નબળા ચોમાસા તથા અલ નિનોની પ્રતિકૂળ અસરે નીતિવિષયકોની ચિંતા વધારી દીધી છે.  દેશમાં વર્તમાન વર્ષના ચોમાસામાં વરસાદની ૨૮ ટકા જેટલી ઘટ જોવા મળી રહી છે.