સાયબર સિક્યુરિટી: ચારધામ યાત્રાના નામે સાયબર ફ્રોડ શરૂ.
સાયબર સિક્યુરિટી: ચારધામ યાત્રાના નામે સાયબર ફ્રોડ શરૂ.
Published on: 29th April, 2026

ચારધામ યાત્રા શરૂ થતાની સાથે જ સાયબર ગઠિયાઓએ હેલિકોપ્ટર બુકિંગ અને VIP દર્શનના નામે શ્રદ્ધાળુઓને લૂંટવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર સસ્તી ટિકિટની લોભામણી જાહેરાતો આપી, નકલી વેબસાઇટ્સ અને પ્રોફેશનલ વોટ્સએપ એજન્ટો દ્વારા લોકોને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા ખંખેરવામાં આવે છે. શ્રદ્ધાળુઓએ ખાસ યાદ રાખવું જોઈએ કે હેલિકોપ્ટરનું સત્તાવાર બુકિંગ માત્ર IRCTCની વેબસાઇટ પરથી જ થાય છે. કોઈપણ અજાણી લિંક કે વ્યક્તિગત ખાતામાં નાણાં મોકલવાને બદલે સત્તાવાર માધ્યમોનો જ આગ્રહ રાખવો હિતાવહ છે.