છોટાઉદેપુર કલેક્ટરની પૂરગ્રસ્ત જસ્કી ગામની મુલાકાત
છોટાઉદેપુર કલેક્ટરની પૂરગ્રસ્ત જસ્કી ગામની મુલાકાત
Published on: 03rd August, 2026

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે નસવાડી તાલુકાના જસ્કી અને ધનીયાઉમરવા વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. કલેક્ટર ગાર્ગી જૈને આ વિસ્તારોની મુલાકાત લઈને પૂરની સ્થિતિ અને રાહત-બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું. તેમણે જસ્કી ગામ ખાતે ધોવાઈ ગયેલા રસ્તાનો એપ્રોચ જોયો અને અસરગ્રસ્ત પરિવારોના ઘરોની મુલાકાત લીધી. કલેક્ટરે ગ્રામજનો સાથે સંવાદ સાધી તાત્કાલિક સુવિધાઓ અને સહાય પૂરી પાડવા સૂચના આપી. ધનીયાઉમરવા ગામમાં ઓવરફ્લો થયેલા તળાવની સ્થિતિની સમીક્ષા કરી ગ્રામજનોની સુરક્ષા માટે સતર્ક રહેવા જણાવ્યું.