મુંબઈ હાઈકોર્ટ: "પૂછપરછ માટે કોર્ટની મંજૂરી મેળવી સીધી ધરપકડ કરવી ખોટું"
મુંબઈ હાઈકોર્ટ: "પૂછપરછ માટે કોર્ટની મંજૂરી મેળવી સીધી ધરપકડ કરવી ખોટું"
Published on: 24th September, 2026

મુંબઈ હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં રાજેન્દ્ર લોઢાને જામીન આપ્યા. કોર્ટે જણાવ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂછપરછ માટે કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ, તે જ સામગ્રીના આધારે સીધી ધરપકડ કરવી એ ખોટું છે. જસ્ટિસ મિલિંદ જાધવે અવલોકન કર્યું કે, EDએ લોઢાની પૂછપરછ અને નિવેદન નોંધવાની પરવાનગી મેળવી હતી, પરંતુ પૂછપરછ પૂર્ણ કર્યા વિના જ ધરપકડ કરી લીધી, જે પ્રક્રિયા યોગ્ય નથી. આ સાથે, કોર્ટે રાજેન્દ્ર લોઢાને પાંચ લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા.