ભારતમાં નેપાળ જેવી ગ્લેશિયર હોનારતની દહેશત
ભારતમાં નેપાળ જેવી ગ્લેશિયર હોનારતની દહેશત
Published on: 02nd September, 2026

નેપાળમાં તાજેતરમાં ગ્લેશિયર ફાટવાથી આવેલી વિનાશક પૂરની હોનારતે ભારે તબાહી મચાવી છે, જેમાં 1,000 થી વધુ લોકોના મોત થયા છે. હવે આવી જ ભયાનક આફતનું જોખમ ભારતમાં પણ તોળાઈ રહ્યું છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) મુજબ, સિક્કિમ રાજ્યમાં 40 ગ્લેશિયર તળાવો પર જોખમ છે, જેમાંથી 7 અત્યંત ઉચ્ચ જોખમ (High Risk) ધરાવે છે. નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા સિક્કિમમાં 400 થી વધુ ગ્લેશિયર તળાવો છે.