બાળકના નામ સાથે પિતાનું નામ ફરજિયાત નહીં
બાળકના નામ સાથે પિતાનું નામ ફરજિયાત નહીં
Published on: 04th September, 2026

જન્મ અને મરણના પ્રમાણપત્રમાં નામ, અટક અને વાલી/માતા-પિતાના નામમાં સુધારા અંગે રાજ્યના મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા નવી એડવાઈઝરી જાહેર કરાઈ છે. હવે બાળકના જન્મ પ્રમાણપત્રમાં પિતાનું નામ ‘Middle Name’ તરીકે રાખવું ફરજિયાત નથી, તે વૈકલ્પિક રહેશે. માતાનું નામ ઉમેરવા પિતાની લેખિત સંમતિ જરૂરી છે, જ્યારે છૂટાછેડાના કિસ્સામાં કોર્ટના હુકમના આધારે સુધારો થઈ શકે છે. સરકારી ગેઝેટ અને IDના આધારે નામ સુધારા માટે પણ નિયમો સ્પષ્ટ કરાયા છે.