મસ્કતમાં યુવતીને ૧૫ કલાક કામ, માર અને અપૂરતું ભોજન, એજન્ટની ધરપકડ
મસ્કતમાં યુવતીને ૧૫ કલાક કામ, માર અને અપૂરતું ભોજન, એજન્ટની ધરપકડ
Published on: 20th July, 2026

હૈદરાબાદની ૨૬ વર્ષીય શબનમ બેગમને નોકરીના નામે મસ્કત મોકલી દેવાઇ હતી. ત્યાં પહોંચ્યા બાદ ૧૨ થી ૧૫ કલાક કામ કરાવવામાં આવતું, કસૂર જણાય તો માર પડતો અને પૂરતું ભોજન પણ નહોતું મળતું. ત્રણ મહિના ત્રાસ સહન કર્યા બાદ તે ભાગીને ભારતીય દૂતાવાસ પહોંચી. એજન્ટે તેનો પાસપોર્ટ પણ રાખી લીધો હતો. ભારતીય દૂતાવાસે મસ્કતનાં વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી યુવતીની સુરક્ષા સુનિશ્ચિત કરી. યુવતીએ આપેલ માહિતીના આધારે એજન્ટની ધરપકડ કરવામાં આવી.