અમદાવાદમાં ધોધમાર વરસાદ: અનેક વિસ્તારોમાં પવન સાથે ઝાપટાં, વાતાવરણમાં ઠંડક
અમદાવાદમાં ધોધમાર વરસાદ: અનેક વિસ્તારોમાં પવન સાથે ઝાપટાં, વાતાવરણમાં ઠંડક
Published on: 18th June, 2026

અમદાવાદ શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મોડી સાંજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના ઘણા વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદથી ગરમી અને બફારામાંથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.