પંચમહાલના જાંબુઘોડા અને ઝબાણમાં ધોધમાર વરસાદ
પંચમહાલના જાંબુઘોડા અને ઝબાણમાં ધોધમાર વરસાદ
Published on: 19th June, 2026

પંચમહાલ જિલ્લાના ચેરાપુંજી ગણાતા જાંબુઘોડા અને ઝબાણ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બુધવારે મોડી રાત્રે માત્ર એક કલાકના સમયગાળામાં દોઢ ઈંચ ઉપરાંત વરસાદ વરસતા ધરતીપુત્રો અને નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતાં અને ગરમીમાં રાહત મળી હતી. ઝબાણ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે થયેલા વરસાદે કોતરોને પણ રોડ પર વહાવી દીધા હતા, જેના કારણે નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર પર અસર થઈ હતી.