૧૬ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ
૧૬ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ
Published on: 10th August, 2026

દેશભરમાં મોનસૂનની અસર તેજ છે, જેના કારણે અનેક નદીઓ ભયજનક સપાટી વટાવી ગઈ છે. હવામાન વિભાગે આજે દેશના ૧૬ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ભારે વરસાદને કારણે લેન્ડસ્લાઈડનું જોખમ વધી ગયું છે. દિલ્હીમાં યમુના નદીની જળસપાટી ઘટવા લાગી છે પરંતુ વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી છે. યુપીમાં ૧૪ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.