ભારતનો 56 રને પરાજય, ઇંગ્લેન્ડે 4-0 થી T20 સીરિઝ જીતી
ભારતનો 56 રને પરાજય, ઇંગ્લેન્ડે 4-0 થી T20 સીરિઝ જીતી
Published on: 11th July, 2026

સાઉથમ્પટનમાં રમાયેલી પાંચમી T20 મેચમાં ભારતનો ઇંગ્લેન્ડ સામે 56 રનથી પરાજય થયો છે. ઇંગ્લેન્ડે 257 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારત 201 રન જ બનાવી શક્યું. જોસ બટલરે 131 અને હેરી બ્રૂકે 95 રનની અણનમ ઇનિંગ રમી ઇંગ્લેન્ડને T20 ઇન્ટરનેશનલમાં ભારત સામે સૌથી મોટા સ્કોર સુધી પહોંચાડ્યું. આ જીત સાથે ઇંગ્લેન્ડે 4-0 થી સીરિઝ પોતાના નામે કરી અને ICC T20 રેન્કિંગમાં નંબર-1 ટીમ બની ગયું. ભારતીય બોલિંગ અને ફીલ્ડિંગ નિરાશાજનક રહી.