મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા, કહ્યું- ‘આવી કોઈ યોજના નથી’
મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા, કહ્યું- ‘આવી કોઈ યોજના નથી’
Published on: 19th May, 2026

દેશભરમાં મંદિરોના સોનાને સરકાર દ્વારા મોનેટાઇઝ કરવાની અફવાઓ વચ્ચે Ministry of Financeએ સત્તાવાર સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ યોજના અસ્તિત્વમાં નથી. સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં મંદિર ટ્રસ્ટોના સોનાને “સ્ટ્રેટેજિક ગોલ્ડ રિઝર્વ” સાથે જોડવાની ચર્ચાઓ ચાલી રહી હતી, જેને સરકારે સંપૂર્ણપણે ખોટી અને ભ્રામક ગણાવી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે મંદિરના સોનાના બદલામાં કોઈ ગોલ્ડ બોન્ડ કે મોનેટાઇઝેશન સ્કીમ અંગે સરકાર કોઈ વિચારણા કરી રહી નથી. સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ અફવાઓથી દૂર રહે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરે.