Jio IPO: નવરાત્રિ કે દિવાળીમાં મુકેશ અંબાણીનો સૌથી મોટો IPO, શેરબજારના રેકોર્ડ તૂટશે?
Jio IPO: નવરાત્રિ કે દિવાળીમાં મુકેશ અંબાણીનો સૌથી મોટો IPO, શેરબજારના રેકોર્ડ તૂટશે?
Published on: 04th September, 2026

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કંપની Jio Platforms આગામી નવરાત્રિ અથવા દિવાળી દરમિયાન લગભગ 400 કરોડ ડૉલર (આશરે 37,800 કરોડ રૂપિયા)નો મેગા IPO લાવી શકે છે. આ IPO ભારતીય શેરબજારનો સૌથી મોટો IPO બની શકે છે, જે Hyundai Motor India અને NSE ના IPO ને પણ પાછળ છોડી દેશે. IPO લોન્ચ કરતા પહેલા, Jio વિશ્વના મોટા રોકાણકારો સમક્ષ પોતાની વ્યાપારિક સંભાવનાઓ રજૂ કરશે. IPO માંથી મળનારી રકમનો ઉપયોગ Reliance Jio Infocomm ના દેવું ઘટાડવા અને સામાન્ય કોર્પોરેટ કામકાજ માટે કરવામાં આવશે.