ખેડાની મહુધા તાલુકાની મુખ્ય સરકારી કચેરીઓ વરસાદી પાણીમાં
ખેડાની મહુધા તાલુકાની મુખ્ય સરકારી કચેરીઓ વરસાદી પાણીમાં
Published on: 03rd August, 2026

ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. મહુધા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટેશનના પટાંગણમાં વરસાદી પાણી ભરાતા દૈનિક કામગીરી અને લોકોની અવરજવર પર અસર પડી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શહેરના મુખ્ય જળાશયો છલકાયા છે. વહીવટી તંત્ર સતર્ક છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.