નાગપુરમાં ક્લોરિન ગેસ લીક, 40થી વધુ લોકોની હાલત ગંભીર
નાગપુરમાં ક્લોરિન ગેસ લીક, 40થી વધુ લોકોની હાલત ગંભીર
Published on: 24th August, 2026

નાગપુરના ગોધની વિસ્તારમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ક્લોરિન ગેસ લીક થતાં અફરાતફરી મચી ગઈ. આ દુર્ઘટનામાં 40થી વધુ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્તોમાં પ્લાન્ટના કર્મચારીઓ અને આસપાસના રહેવાસીઓ સામેલ છે. 4થી 5 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ અને પોલીસે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.