નિફટી ૨૪૦૦૦ સપાટી કુદાવી, સેન્સેક્સ ૭૭૧૫૫ પર, ૨૦૦ પોઈન્ટ ઉછળ્યો
નિફટી ૨૪૦૦૦ સપાટી કુદાવી, સેન્સેક્સ ૭૭૧૫૫ પર, ૨૦૦ પોઈન્ટ ઉછળ્યો
Published on: 18th June, 2026

ઈરાન-અમેરિકા સમજૂતીની સકારાત્મક અસર અને વડાપ્રધાન મોદી-ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત તથા ટ્રેડ ડીલ ફાઇનલ થવાના અહેવાલોએ ભારતીય શેરબજારોમાં તેજી લાવી. નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાના પગલાંથી બજાર વધુ મજબૂત બન્યું. ફોરેન ફંડોની ખરીદીને કારણે અમેરિકી ડોલર સામે રૂપિયો સતત ત્રીજા દિવસે મજબૂત રહ્યો. પાવર, કેપિટલ ગુડઝ, IT, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, બેન્કિંગ, ફાઈનાન્સ અને મેટલ-માઈનીંગ શેરોમાં આક્રમક તેજી જોવા મળી, જેના પગલે નિફટી ૨૪૦૦૦ અને સેન્સેક્સ ૭૭૦૦૦ની સપાટી પાર કરી.