મુંબઈના પાર્લામાં ઇલેક્ટ્રિક કારે 3 બાઇકને અડફેટે લીધા
મુંબઈના પાર્લામાં ઇલેક્ટ્રિક કારે 3 બાઇકને અડફેટે લીધા
Published on: 18th June, 2026

મુંબઈના વિલે પાર્લે પૂર્વ વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માતમાં 41 વર્ષીય જૈન મહિલા કિંજલ હિરેન શાહનું મોત થયું છે, જ્યારે નિર્મલા દોજિયા અને પ્રેમજી દોજિયા નામના બે લોકો ઘાયલ થયા છે. ઇલેક્ટ્રિક કારના ચાલક વિલાસ શ્રીધર ગવાણકર (44) વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવાનો ગુનો નોંધી તેને કસ્ટડીમાં લેવાયો છે. કારે ત્રણ બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેમાં સ્કૂટર પર ખરીદી કરતી કિંજલ શાહને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.