Zomatoએ Cash on Delivery પર નવી ફી લાગુ કરી
Zomatoએ Cash on Delivery પર નવી ફી લાગુ કરી
Published on: 13th September, 2026

Zomato એ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા ગ્રાહકો માટે Cash on Delivery (COD) પર નવી ફી લાગુ કરી છે. જે ગ્રાહકો ડિલિવરી સમયે રોકડમાં ચુકવણી કરશે, તેમને હવે ઓછામાં ઓછા રૂ.5 થી રૂ.30 સુધીની વધારાની ‘ડિલિવરી સમયે ચુકવણી ફી’ ચૂકવવી પડશે. આ ફી ઓર્ડરની કુલ કિંમત પર આધારિત રહેશે. Zomato એ આ ફી લાગુ કરીને ગ્રાહકો પર વધારાનો બોજ નાખ્યો છે. જે ગ્રાહકો પહેલેથી જ ઓનલાઈન પેમેન્ટ કરે છે, તેમને આ ફી લાગુ પડશે નહીં. Swiggy એ હાલમાં આવી કોઈ ફી લાગુ કરી નથી.