આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની IMDની આગાહી
આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની IMDની આગાહી
Published on: 21st August, 2026

હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 8 કલાકમાં દેશના 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પૂર્વ ભારતમાં વીજળી અને ભારે પવનથી નુકસાનની સંભાવના છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની અને ખેડૂતોના પાકને નુકસાન થવાની પણ ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરિયા કિનારે ન જવા સલાહ અપાઈ છે.