રિલાયન્સ અને રોલ્સ-રોયસ વચ્ચે મોટી ભાગીદારી
રિલાયન્સ અને રોલ્સ-રોયસ વચ્ચે મોટી ભાગીદારી
Published on: 15th August, 2026

ભારતના ફાઇટર જેટ પ્રોગ્રામ માટે સારા સમાચાર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રોલ્સ-રોયસે ભારતમાં આગામી પેઢીના ફાઇટર જેટ એન્જિન વિકસાવવા અને ઉત્પાદન કરવા માટે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના મહત્વાકાંક્ષી AMCA પ્રોગ્રામ માટે સ્વદેશી કોમ્બેટ એન્જિનનું ઉત્પાદન કરવાનો છે. આ ભાગીદારીનો હેતુ ભારતમાં એન્જિન ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન અને ડિલિવરી માટે સંયુક્ત ક્ષમતાઓ વિકસાવવાનો છે. રિલાયન્સ તેના ઉત્પાદન કૌશલ્ય અને રોલ્સ-રોયસ તેની એન્જિન ટેકનોલોજીનું યોગદાન આપશે.