ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી
Published on: 09th July, 2026

ભારતીય શેરબજારની આજે સારી શરૂઆત થઈ છે. ગઈકાલના ઐતિહાસિક ઘટાડા બાદ, આજે શોર્ટ-કવરિંગ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઊંચા સ્તરે ટ્રેડ કરી રહ્યા છે. . BSEનો 30 શેરો ધરાવતો સંવેદી સૂચકાંક સેન્સેક્સ 72 અંકના વધારા સાથે 76,571 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 50 46 અંક વધીને 23,928ના સ્તરે ખુલ્યો હતો. જાપાનનો નિક્કેઈ 225 પણ 2.3 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. ચીનનો શાંઘાઈ કોમ્પોઝિટ ઇન્ડેક્સ પણ 0.17 ટકાના વધારા સાથે લીલા નિશાનમાં ખુલ્યો છે.