ઉત્તર પ્રદેશમાં મળ્યા રહસ્યમયી ધાતુના ગોળા
ઉત્તર પ્રદેશમાં મળ્યા રહસ્યમયી ધાતુના ગોળા
Published on: 02nd September, 2026

ઉત્તર પ્રદેશના જનપદ અમેઠીમાં એક ઘરમાંથી પાણીની ટાંકી માટે ખોદકામ દરમિયાન 29 રહસ્યમયી ધાતુના ગોળા મળી આવ્યા છે. આ ગોળાઓ કોના અને કયા કામ માટે વપરાતા હશે તે અંગે પુરાતત્ત્વ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ રાયબરેલી જિલ્લામાં પણ એક પ્રાચીન સુરંગ મળી આવી હતી. આ નવા મળી આવેલા ગોળાઓ પણ પ્રાચીન સમયના હોવાની શક્યતા છે. પુરાતત્ત્વ વિભાગે આ ગોળાઓ પોતાના કબજામાં લઇ લીધા છે અને વધુ અભ્યાસ માટે મોકલી આપ્યા છે.