જૈન મેરેજ મિશન: એક મહિનામાં ત્રણ લગ્ન નક્કી
જૈન મેરેજ મિશન: એક મહિનામાં ત્રણ લગ્ન નક્કી
Published on: 28th June, 2026

મુંબઈમાં જૈન મેરેજ મિશન દ્વારા આયોજિત લગ્નોત્સવમાં એક મહિનામાં ત્રણ યુગલોના લગ્ન નક્કી થયા છે. નાગેશ-નીલમના લગ્ન સંપન્ન થયા, જ્યારે રિતેશ-હેતલના લગ્ન ૩૦મી જૂને યોજાશે. મોક્ષ-રિદ્ધિના લગ્ન દિવાળી બાદ થશે. આ મિશન કચ્છી જૈનોની ૮ જ્ઞાતિઓ સાથે જોડાયેલું છે અને તેની એપ પર ૨૨૦૦થી વધુ બાયોડેટા ઉપલબ્ધ છે. દરેક કપલને હનીમૂન પેકેજ પણ આપવામાં આવે છે.