FATF બેઠકમાં પાકિસ્તાન ફરી ગ્રે લિસ્ટમાં? ભારતે તૈયાર કર્યો માસ્ટરપ્લાન!
FATF બેઠકમાં પાકિસ્તાન ફરી ગ્રે લિસ્ટમાં? ભારતે તૈયાર કર્યો માસ્ટરપ્લાન!
Published on: 30th June, 2026

આગામી ઓક્ટોબર મહિનામાં પેરિસ ખાતે યોજાનારી FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) ની બેઠકમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ સજ્જડ પુરાવા રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેનો મુખ્ય હેતુ પાકિસ્તાનને ફરીથી FATF ની 'ગ્રે લિસ્ટ'માં ધકેલવાનો છે. ભારતના 'ઓપરેશન સિંદૂર' બાદ વાયરલ થયેલા વીડિયો, જેમાં પાકિસ્તાની સેના અને ISI અધિકારીઓ માર્યા ગયેલા આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં ભાગ લેતા જોવા મળ્યા છે, તે પુરાવાઓનો ઉપયોગ કરાશે. આ ઉપરાંત, પાકિસ્તાની સત્તાધિશો આતંકી સંગઠનોની સભાઓ અને રેલીઓમાં હાજરી આપતા હોવાના ડિજિટલ પુરાવા પણ રજૂ કરાશે.