ICC ની મોટી કાર્યવાહી: T20 વર્લ્ડ કપ રમનાર કેનેડા ક્રિકેટ બોર્ડનું સભ્યપદ સસ્પેન્ડ
ICC ની મોટી કાર્યવાહી: T20 વર્લ્ડ કપ રમનાર કેનેડા ક્રિકેટ બોર્ડનું સભ્યપદ સસ્પેન્ડ
Published on: 01st June, 2026

અમદાવાદમાં મળેલી ICC બોર્ડની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. 2026 T20 વર્લ્ડ કપમાં રમી રહેલી કેનેડાની ટીમના બોર્ડ 'ક્રિકેટ કેનેડા'નું સભ્યપદ ICCએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યું છે. ICCના નિયમોનું પાલન ન કરવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપસર આ કાર્યવાહી થઈ છે. જોકે, ખેલાડીઓ માટે રાહતની વાત એ છે કે કેનેડાની ટીમ વર્લ્ડ કપ સહિતની તમામ ICC ટુર્નામેન્ટમાં રમવાનું ચાલુ રાખી શકશે. ICC હવે ટીમના ફંડ પર સીધી નજર રાખશે.