ICCએ ક્રિકેટ કેનેડાનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું, ખેલાડીઓ પર નહીં થાય અસર
ICCએ ક્રિકેટ કેનેડાનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું, ખેલાડીઓ પર નહીં થાય અસર
Published on: 01st June, 2026

ICCએ ક્રિકેટ કેનેડાનું સભ્યપદ નિયમોના ઉલ્લંઘનને કારણે સસ્પેન્ડ કર્યું છે. જોકે, ખેલાડીઓ પર આ નિર્ણયની કોઈ અસર થશે નહીં. ICCના જણાવ્યા અનુસાર, કેનેડાની નેશનલ ટીમો ICC ટુર્નામેન્ટમાં રમતી રહેશે અને ખેલાડીઓને ICCના ફંડિંગથી ટુર્નામેન્ટ રમવા માટે મદદ મળશે. આ ફંડિંગ ICC મેનેજમેન્ટના નિયંત્રણ હેઠળ રહેશે. ક્રિકેટ કેનેડા બોર્ડ છેલ્લા કેટલાક સમયથી ગવર્નન્સ અને ઇમાનદારી સંબંધિત વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે.