GT vs RCB: અમદાવાદમાં IPL મેચ, બેંગલુરુની નજર ટેબલ ટૉપર બનવા પર.
GT vs RCB: અમદાવાદમાં IPL મેચ, બેંગલુરુની નજર ટેબલ ટૉપર બનવા પર.
Published on: 30th April, 2026

IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ સામસામે ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. બંને ટીમ આ સીઝનમાં બીજી વખત ટકરાશે. અગાઉની મેચમાં બેંગલુરુએ ગુજરાતને 5 વિકેટે હરાવ્યું હતું. બંને ટીમની આ નવમી મેચ હશે. બેંગલુરુ 8માંથી 6 મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબરે છે. ટીમ આજે જીતશે તો 14 પોઇન્ટ્સ સાથે ટૉપ પર આવવાની તક મળશે. બીજી તરફ, ગુજરાત 8માંથી 4 મેચ જીત્યું છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે.