IPLમાં આજે RCB vs GT: રજત પાટીદાર અને શુભમન ગિલના ફોર્મ પર નજર રહેશે
IPLમાં આજે RCB vs GT: રજત પાટીદાર અને શુભમન ગિલના ફોર્મ પર નજર રહેશે
Published on: 24th April, 2026

IPL-2026ની ૩૪મી મેચમાં આજે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB અને ગુજરાત ટાઇટન્સ (GT) સામસામે ટકરાશે. રજત પાટીદારની આગેવાની હેઠળ RCB ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે શુભમન ગિલની GT છઠ્ઠા સ્થાને છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી ૬ મેચોમાં ૩-૩ ની બરાબરી રહી છે. વિરાટ કોહલી અને શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે, જ્યારે બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અને પ્રસિદ્ધ ક્રિષ્ના મુખ્ય ભૂમિકા ભજવશે. હાઈ-સ્કોરિંગ પીચ અને ઝાકળના પરિબળને કારણે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરનાર ટીમને ફાયદો મળી શકે છે.