એક્સટેન્શન બોર્ડથી વીજળીનું બિલ વધે છે?
એક્સટેન્શન બોર્ડથી વીજળીનું બિલ વધે છે?
Published on: 03rd August, 2026

એક્સટેન્શન બોર્ડ એકસાથે અનેક ઉપકરણો ચલાવવાની સુવિધા આપે છે, પરંતુ ઘણા લોકો માને છે કે તેનાથી વીજળીનું બિલ વધે છે. હકીકતમાં, એક્સટેન્શન બોર્ડ પોતે વીજળીનો વપરાશ કરતું નથી; તે ફક્ત દિવાલના સોકેટથી તમારા ઉપકરણોમાં પાવર ટ્રાન્સફર કરે છે. ભલે તમે સીધા પ્લગ કરો કે એક્સ્ટેંશન બોર્ડથી, વપરાશ લગભગ સમાન રહે છે. વધુ પડતા લાંબા કેબલથી નજીવો નુકસાન થઈ શકે છે, જે વાર્ષિક બિલ પર નજીવી અસર કરે છે.