"18 દિવસ સુધી પાકિસ્તાનની બોર્ડરે ટેન્ક લઇને ઉભા હતા, ‎રાજસ્થાન સરહદે પણ કારગિલ યુદ્ધ જેવો જ માહોલ હતો''‎
"18 દિવસ સુધી પાકિસ્તાનની બોર્ડરે ટેન્ક લઇને ઉભા હતા, ‎રાજસ્થાન સરહદે પણ કારગિલ યુદ્ધ જેવો જ માહોલ હતો''‎
Published on: 15th August, 2026

૧૯૯૯ના કારગિલ યુદ્ધ સમયે, ઘણા ભારતીય વીર જવાનોએ પોતાનો જીવ આપી માતૃભૂમિની રક્ષા કરી હતી. જૂનાગઢના સાત નિવૃત્ત સૈનિકો, જેમણે કારગિલ યુદ્ધ દરમિયાન અલગ-અલગ બોર્ડર પર ફરજ બજાવી હતી, તેમના શબ્દોમાં તે સમયની પરિસ્થિતિ અને અનુભવો જાણો. કોઈ રાજસ્થાન બોર્ડર પર ૧૮ દિવસ ટેન્ક સાથે તૈનાત હતા, તો કોઈ શ્રીનગર અને ઉધમપુરમાં બેકઅપ તરીકે કાર્યરત હતા. ઠંડી, આતંકવાદ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કરી, દેશની સુરક્ષા માટે તેમણે અદમ્ય સાહસ બતાવ્યું.