સોલર રોડ્સ ટેક્નોલોજી: ઊર્જા ઉત્પાદન અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી પગલું
સોલર રોડ્સ ટેક્નોલોજી: ઊર્જા ઉત્પાદન અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી પગલું
Published on: 08th July, 2026

ચોમાસામાં તૂટતા રસ્તાઓની સમસ્યા વચ્ચે `સોલર રોડ્સ'ની ટેક્નોલોજી એક આશાસ્પદ ઉકેલ તરીકે ઉભરી રહી છે. આ ટેક્નોલોજીમાં રસ્તાઓની સપાટી પર ફોટોવોલ્ટેઇક (PV) સેલ્સ લગાવવામાં આવે છે, જે સૂર્યપ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. મજબૂત ગ્લાસ અથવા પોલિમર લેયરથી સુરક્ષિત આ પેનલ્સ વાહનોનું વજન સહન કરવાની સાથે હવામાન સામે પણ ટકી રહે છે. જોકે, નેધરલેન્ડ્સ અને ચીન જેવા દેશોમાં થયેલા પ્રારંભિક પ્રયોગો દર્શાવે છે કે આ ટેક્નોલોજીમાં વ્યવહારુ સમસ્યાઓ અને ઊંચા ખર્ચને પહોંચી વળવું જરૂરી છે.