મુંબઈમાં તૂટતા ઝાડ બચાવવા IIT અને યુનિવર્સિટીના નિષ્ણાતોની મદદ લેવાશે
મુંબઈમાં તૂટતા ઝાડ બચાવવા IIT અને યુનિવર્સિટીના નિષ્ણાતોની મદદ લેવાશે
Published on: 09th July, 2026

મુંબઈમાં તાજેતરના ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થતાં મહાપાલિકાએ પગલાં લીધાં છે. હવે બાકી વૃક્ષોને બચાવવા માટે IIT Bombay અને મુંબઈ યુનિવર્સિટીના નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. મહાપાલિકા કમિશનર અશ્વિની ભિડેએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 830 વૃક્ષો અને 1238 ડાળીઓ તૂટી પડી છે. રસ્તાની બાજુમાં આવેલા જોખમી વૃક્ષોના મૂળિયાં સુધી પાણી પહોંચે તે માટે છિદ્રો બનાવી જાળી નાખવાની યોજના પર વિચારણા ચાલી રહી છે, જેનો પ્રયોગ અગાઉ મલબાર હિલમાં સફળ રહ્યો હતો.