વિચરતા-વિમુક્ત સમુદાયોની સમાન અધિકાર અને ગરિમાપૂર્ણ જીવનની પ્રતીક્ષા
વિચરતા-વિમુક્ત સમુદાયોની સમાન અધિકાર અને ગરિમાપૂર્ણ જીવનની પ્રતીક્ષા
Published on: 02nd September, 2026

૧૮૭૧ના ક્રિમિનલ ટ્રાઈબ્સ એક્ટ હેઠળ ગુનેગાર ગણાવાયેલા વિચરતા સમુદાયોને ૧૯૫૨માં મુક્તિ મળી. ૩૧મી ઓગસ્ટે તેઓ "વિમુક્ત દિવસ" ઉજવે છે. અંગ્રેજોએ તેમના પર લાદેલું ગુનાખોરીનું કલંક, પોલીસ દેખરેખ, અને સ્વતંત્રતા પરના નિયંત્રણો અત્યંત ક્રૂર હતા. ભલે તેઓ ગુનેગાર ટ્રાઈબ્સમાંથી ડિનોટિફાઈડ થયા, પરંતુ સામાજિક પૂર્વગ્રહો અને આર્થિક સંઘર્ષો આજે પણ યથાવત છે. શિક્ષણ, આરોગ્ય, અને રોજગાર જેવી પાયાની સુવિધાઓનો અભાવ તેમને મુખ્યધારાથી દૂર રાખે છે. કાયમી વસવાટ, નવા કૌશલ્યો અને સમાન નાગરિક તરીકેના અધિકારોની તેમની લડત હજુ ચાલુ છે.